26
July

સાબરમતી જેલમાંથી ભર બપોરે ૨૦ ફૂટ ઉચી દિવાલ કૂદી કેદી ફરાર

Published in Ahmedabad

સોમવાર
સુરંગકાંડ પછી અભેદ્ય કિલ્લેબંધી ધરાવતી સાબરમતી સેન્ટ્રલ જેલમાં સીસીટીવી કેમેરા, જામર સહિત અત્યાધુનિક સિસ્ટમથી કેદીઓ પર દેખરેખ કરીને લોખંડી સુરક્ષાના દાવા કરાયા હતાં પરંતુ રવિવારે ભરબપોરે સાબરમતી જેલની ૨૦ ફૂટ ઉચી દિવાલ કૂદીને કેદી ફરાર થઇ ગયો હતો. આ ઘટનાને જેલની લોખંડી સુરક્ષાના લીરેલીરા ઉડાવી દીધા હતા. એટલુ જ નહી જેલની દિવાલ પર ૭૦૦૦ કેવી વીજ કરંટ ફેન્સીંગ કરાયુ હતુ તેમ છતાંયે હત્યાના ગુનાનો આરોપી બિન્દાસપણે ભાગી છૂટયો જેથી જેલતંત્રની કામગીરી સામે શંકાની આંગળી ચિંધાઇ છે.
સરદારનગરમાં હત્યા કેસનો આરોપી પ્રવિણ ઉર્ફે ભોલો ધવલ નામના આરોપીને ક્રાઇમબ્રાંચે ગત તારીખ ૧૧ જૂને ધરપકડ કરી હતી તની પૂછપરછની પ્રક્રિયા બાદ ૧૬ જૂન સેન્ટ્રલ જેલમાં ખસેડયો હતો. સાબરમતી જેલમાં પ્રવિણ આસન બેરેક નંબર ૩ માં સજા ભોગવી રહ્યો હતો. ગઇકાલે બપોરે ૧ કલાકે પ્રવિણે જેલમાં સન્નાટો હોવાનો લાભ ઉઠાવીને ૨૦ ફૂટ ઉંચી દિવાલ કૂદીને નાસી છૂટયો હતો.
આ બનાવ અંગે સેન્ટ્રલ જેલના ડેપ્યુટી જેલર જે.જી.ચાવડાએ રાણીપ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાવી હતી કે રવિવારે તેઓ ફરજ પર હાજર હતા દરમિયાન નવી જેલામં સાંજે ૪ વાગે જેલ હવાલદાર ધીરુભાઇ નવી જલમાંથી ફોન કરીને જાણ કરી હતી કે એક કાચા કામનો કેદી બંધી સમયે ગણતરીમા મળતો નથી. જેથી જેલમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તપાસ બાદ ખબર પડી કે સરદારનગરનો હત્યાનો આરોપી પ્રવિણ ઉર્ફે ભોલોે ધવલ લાપત્તા હોવાની ખબર પડી હતી.જેથી જેલ તંત્ર દ્વારા પ્રવિણની સીસીટીવી ફૂટેજ આધારે તપાસ કરતા જાણવા મળ્યું કે તે દિવાલ કૂદીને નાસી છૂટયો હતો. બીજીતરફ જેલની બહાર દિવાલથી ૨૦થી ૨૫ દૂર વોચ ટાવર ગોઠવેલા હતા આ ટાવર પરથી જેલની અંદરની ગતિવિધી નરી આંખે દેખી શકાતી હોય છે. આ ૬ નંબરના વોચ ટાવર પર રાઉન્ડ ક્લોક એસઆરપી જવાન ફરજ બજાવતા હોય છે. ગઇકાલે આ વોચ ટાવર પર પો.કો. જયરાજસિંહ કુંપાવત ફરજ પર હતા પરંત ઘટના બની ત્યારે તેઓ ટાવર સૂઇ રહ્યા હોવાનું સીસીટીવી ફૂટેજમાંથી બહાર આવ્યું હતું. આ ઘટનાનને લઇને જેલ તંત્ર દ્વારા એસઆરપી જવાનની ફરજમાં બેદરકારી બદલ તેમની સામે પગલાં ભરવા એસઆરપી અધિકારીઓને પત્ર લખીને જાણ કરાઇ હોવાનું જેલ અધિકારી સુનિલ જોશીએ જણાવ્યુ હતું.

જેલમાંથી ૬૨ મોબાઇલ, પેન ડ્રાઇવ મળ્યા હતા
અમદાવાદ, સોમવાર
જેલમાંથી છેલ્લા પાંચ વર્ષમાં ૬૨થી વધુ મોબાઇલ-ચાર્જર અને પેઇન ડ્રાઇવ સહિતની ચીજવસ્તુૂઓ મળી આવી હતી. જેથી જેલતંત્ર સામે અગાઉથી શંકાના ઘેરામાં આવેલી છે બે દિવસ પહેલા જેલ કેમ્પસમાંથી સોલા પીએસઆઇની ગુમ થયેલી રિવોલ્વર મળી હતી.


કેદીએ ફરિયાદીને ખતમ કરવાની ધમકી આપી હતી
અમદાવાદ, સોમવાર
જેલમાંથી નાસી છૂટનારા કેદી પ્રવિણ ધવલે ગત તારીખ ૬ જૂનના રોજ સરદારનગર વિસ્તારમાં મોચીવાડામાં રહેતા કચ્છ વાગડના પ્રતાપભાઇ સોલંકીની હત્યા કરી હતી હત્યા બાદ પ્રવિણ પકડાયો ત્યારે મૃતકના ભાઇ મોહનભાઇ સોલકીને હત્યા કરવાની ધમકી આપી હતી. આજે પ્રવિણ જેલ કૂદીને નાસી છૂટતા પોલીસે હત્યા કેસના ફરિયાદીના ઘરે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.


જેલમાં ૫૫૦ સીસીટીવી,જેલ ફરતે ૧૦ વોચ ટાવર શોભાના ગાંઠિયા
અમદાવાદ, સોમવાર
ગુજરાતની સૌથી મોટી અને સલામત ગણાતી સાબરમતી સેન્ટ્રલ જેલમાં સુરંગકાંડ બાદ સરકાર દ્વારા લોખંડી સુરક્ષાના દાવા કરવામાં આવ્યા હતા જેના ભાગરૃપ કરોડોના ખર્ચે ૫૫૦થી વધુ સીસીટીવી કેમેરા, જામર અને જેલની ફરતે ૧૦થી વધુ વોચ ટાવર ઉભા કરવામાં આવ્યા હતા તેમ છતાં કેદી જેલ સત્તાધિશોને ગાલ પર તમાચો મારીને બિન્દાસ્ત ભાગી ગયો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા આ તમામ ઉપકરણો શોભાના ગાંઠિયા સમાન સાબિત થયા હતા આશ્ચર્યની વાત તો એ છે કે બપોરે નાસી છૂટેલા કેદીની સાંજે હાજરી પૂરી ત્યારે ખબર પડી હતી બાકી તો સીસીટીવી ફૂટેજ ક્યારે ચેક થતા હશે તે તપાસનો વિષય છે.


રવિવારની રજામાં જેલમાં લાલિયા વાડીનો કેદીએ લાભ ઉઠાવ્યો
અમદાવાદ, સોમવાર
આમ તો  નિયમીત રીતે બપોરે ૧૨થી ૩ કેદીઓને બેરેકમાં રાખવામાં આવે છે જ્યારે રવિવારે રજા હોવાથી સાંજે ચાર વાગ્યા બાદ કેદીઓ બેરેકમાં લઇ જવાતા હોય છે. ગઇકાલે રજા હોવાથી જેલના અધિકારીઓ ્સહિત સ્ટાફ રજાના મુડમાં હતો તો કેદીઓ પણ બેરેકમાં ટીવી જોવા મશગૂલ હતા જેનો લાભ ઉઠાવીને પ્રવિણ નામનો કેદી દિવાલ કૂદીને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો

જેલ અધિકારીઓનો વીજકરંટ ચાલુ હોવાનો દાવો
દિવાલની ફેન્સિંગમાં વીજકરંટ ચાલુ કે બંધ તે અંગે પ્રશ્નાર્થ
દિવાલના ફેન્સિંગ પર ૧૫ કિલો વજન પડે તો તાર તૂટી જાય ફેન્સિનની ડિઝાઇન જ એવી છે કે, કેદી ભાગી શકે જ નહીં

અમદાવાદ, સોમવાર
સાબમરતી જેલમાંથી કેદી દિવાલ કૂદીને ભાગ્યો હોવાનુૂ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. દિવાલ પરની ફેન્સીંગમાં વીજ કરંટ ચાલુ હોવાનો જેલ સત્તાવાળાઓ દાવો કરે છે. બીજીતરફ ફેન્સીગની ડિઝાઇન જ એવી છે ક કેદી ભાગી શકે જ નહી જેથી દિવાલની ફેન્સીગમાં વીજ કરંટ ચાલુ હતો કે બંધ કે અંગે ગંભીર પ્રશ્નાર્થ સર્જાયો છે.
સાબરમતી જેલમાંથી દિવાલ કુદીને કેદીઓ ભાગી ન જાય તે માટે ૭૦૦૦ કેવી વીજકરંટ સાથે ફેન્સીંગ કરાયું છે. આરોપી પ્રવિણ ધવલ દિવાલ કુદીને ભાગ્યો હોવાનું જેલતંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે. જેલ સુપ્રિટેન્ડન્ટ સુનિલ જોશીના જણાવ્યા મુજબ જેલની દિવાલના ફેન્સીંગ પર ૧૫ કિલો વજન પડે તો તાર તૂટી જાય તેમ છે બીજીતરફ ફન્સીગની ડિઝાઇન મુજબ પાંચ ફૂટ ઉંચી એંગલ પર લગાડેલા તાર વચ્ચે ચાર ઇંચ જ જગ્યા છે જેથી ફેન્સીગની ડિઝાઇન જ એવી છે કે કેદી ભાગી શકે જ નહી. પણ જો વીજ કરંટ ચાલુ હોય તો સકેદી ભાગ્યો કેવી રીતે એ સવાલ ઉભો થયો છે. બીજી તરફ, ૭૦૦૦ વોલ્ટનો વીજકરંટ ચાલુ હોય તો કેદી દિવાલ કુદવાની હિંમત જ કરે નહીં તેમ ખુદ જેલ અધિકારીઓ જ કહી રહ્યાં છે. આ સંજોગોમાં દિવાલ પર વીજકરંટ બંધ હોવાની વાતે પણ જેલતંત્રને કઠેડામાં ઉભુ કરી દીધુ છે. ખુદ જેલ અધિકારીઓને પણ પ્રવિણ દિવાલ કૂદીને ભાગી જાય તે વાત ગળે ઉતરતી નથી.

26
July

વસ્ત્રાલમાં મેટ્રો રેલ બ્રીજનું પિલ્લર નમી પડ્યું, લોકોમાં દોડધામ...

Published in Ahmedabad

શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, ત્યારે વસ્ત્રાલ મહાદેવ નગર પાસે અચાનક જ મેટ્રો રેલ રૂટના બ્રીજનું બીમ નમી પડતાં દોડધામ મચી ગઇ હતી. અચાનક જ બીમ રોડ સાઇડે નમી પડ્યું હતું. જોકે, આ ઘટનામાં કોઇને જાનહાનિ થઇ નથી. 10773 કરોડના ખર્ચે આકાર લઇ રહેલાં આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં આવું થતાં કામગીરી સામે શંકાઓ સેવાઇ રહી છે. જોકે, થોડા સમય પહેલાં CMની અધ્યક્ષતામાં મળેલી મેટ્રો રેલ પ્રોજેક્ટની સમીક્ષા બેઠકમાં આનંદીબેન પટેલે કામગીરી સંતોષકારક રીતે આગળ વધી રહી હોવાનું જણાવ્યું હતું.
 
મેટ્રો રેલ પ્રોજેક્ટનો પ્રથમ ફેઝ માર્ચ 2018 સુધીમાં પૂર્ણ થશે. મેટ્રોના ફેઝ-1માં વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીનો ઇસ્ટ -વેસ્ટ કોરિડોર અને એપીએમસી વાસણાથી મોટેરા ગામ સુધી નોર્થ સાઉથ કોરિડોરના 39 કિલોમીટરના રૂટનો સમાવેશ થાય છે. હાલમાં ઇસ્ટ વેસ્ટ કોરિડોરમાં વસ્ત્રાલથી એપેરલ પાર્ક સુધીના 6 કિમીના રૂટની કામગીરી ઝડપથી ચાલી રહી છે અને રૂટનું કામ જૂન 2017 સુધીમાં પૂર્ણ કરવાનું મેગા કંપનીનું લક્ષ્યાંક છે. ઉપરાંત થલતેજથી પણ મેટ્રોની કામગીરી શરૂ કરી દેવાઈ છે. 

28
July

મસ્કતથી અમદાવાદ આવતી ફલાઇટમાં પ્રવાસીએ સિગારેટ ફૂંકતા ચકચાર

Published in India

દેશમાં ઠેરઠેર થઇ રહેલા આતંકી હુમલા વચ્ચે તમામ એરપોર્ટ પર પ્રવાસીઓનું સઘન ચેકીંગ થઇ રહ્યુ છે ત્યારે મસ્કતથી અમદાવાદ સ્પાઇસજેટની ફલાઇટમાં એક સવાર પ્રવાસીએ સુરક્ષાના લીરેલીરા ઉડયા હતા. ચાલુ ફલાઇટમાં પ્રવાસીએ સિગારેટ ફૂંકતા ક્રુ મમ્બરોમાં દોડધામ મચી ગઇ હતી. સુરક્ષાના કારણોસર આ ઘટનાથી ફલાઇટ લેન્ડીંગ થાય પહેલા પરિસ્થિતી થાળે પાડી દીધી હતી. જો કે પ્રવાસીને પોલીસ હવાલે કરવાના બદલે એરપોર્ટ પરની સીઆઇએસએફએ માફીપત્ર લખાવી સંતોષ માની લીધો હતો.

અમદાવાદ એરપોર્ટ પર ગત મંગળવારે સવારે સ્પાઇસજેટની ફલાઇટ વહેલી સવારે ૪ઃ૩૦ વાગે લેન્ડીંગ થવાની હતી, આ ફલાઇટ મસ્તકતથી રવાના થઇ હતી. જેમાં ખાલીદ હુસૈન નામના પ્રવાસી સવાર હતો. ફલાઇટ ટેકઓફ થયાના થોડા સમય બાદ સવાર પ્રવાસીઓએ અચાનક ખિસ્સામાંથી સિગારેટ કાઢી લાઇટરથી રીતસરની સળગાવી હતી. જાણે આ પ્રવાસીને કોઇનો ડર ન હોય તેમ બિન્ધાસ્ત આ હરકતથી બાજુમાં બેઠેલા પ્રવાસીએ તાત્કાલીક ક્રુ મેમ્બરને જાણ કરી હતી. આ દરમિયાન ફલાઇટમાં સિગારેટના ધુમાડાથી સ્મોક ડિટેક્ટર મશીન કોકપીટમાં પાયલોટને એલર્ટ રહેવા એલારામ શરૃ થઇ જાય છે. ફલાઇટમાં આ પ્રકારની ગંભીર સ્થિતી સર્જાતા ફલાઇટમાં સવાર અન્ય પ્રવાસીઓમાં કચવાટ પણ શરૃ થઇ ગયો હતો.

ફલાઇટ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડીંગ કરે તે પહેલા ક્રુ મેમ્બરે પ્રવાસી પાસેથી સિગારેટ અને લાઇટર લઇ લીધુ હતું. ફલાઇટ અમદાવાદ એરપોર્ટ પર સવારે ૪ઃ૩૦ વાગે ફલાઇટ લેન્ડીંગ થઇ ત્યારે ક્રુ મેમ્બરે તાત્કાલીક   સીઆઇએસએફને જાણ કરી હતી. આખી ઘટનાનું વર્ણન કર્યા બાદ પ્રવાસીએ કહ્યુ કે મારાથી ભુલ થઇ ગઇ છે. દરમિયાનમાં તેને માફીપત્ર લખી જવા દીધો હતો.

એરલાઇનના વિશ્વસનીય સુત્રો જણાવે છે કે ચાલુ ફલાઇટમાં બહારથી કોઇ ઓક્સિઝન મળતો નથી. આવા સંજોગોમાં ચાલુ ફલાઇટમાં સિગારેટ ફુંકવામાં આવે તો તેના ધુમાડાથી પ્રવાસીઓને શ્વાસ રૃંધાઇ શકે છે જેમાં તમામ પ્રવાસીઓને ઓક્સિઝન લેવાની જરૃર પડે છે. જો કે આ ઘટનામાં પ્રવાસીઓ બચી ગયા હતા. જો કે આ પ્રવાસી સિક્યોરિટી બોર્ડિંગ ચેકીંગ કરાવીને સિગારેટ અને લાઇટર લઇને કેવીરીતે ફલાઇટમાં પ્રવેશ કર્યો તેને લઇ અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે. આ ઘટનાથી એરપોર્ટ પર તૈનાત સિક્યોરિટીના પણ ગંભીર છીંડા બહાર આવ્યા છે.

ફલાઇટમાં આવી વિચિત્ર ઘટના પ્રથમ વખત બની
સ્પાઇસજેટની ફલાઇટમાં ઓનબોર્ડ પ્રવાસીએ ખુલ્લેઆમ સિગારેટ ફૂંકી હોવાનો વિચિત્ર કિસ્સો પ્રથમ વખત બન્યો હોવાનું બહાર આવ્યુ છે. આ કિસ્સાથી સરક્ષા એજન્સીઓ માટે પણ ગંભીર રીતે ચિંતાનો વિષય બની ગયો છે.

28
July

સુરેન્દ્ર કાકા અને કોટડિયા વચ્ચેની વાતચીત થઇ વાયરલ? ફાઈલો ક્લિઅર કરાવતા 'બેન' કોણ છે?

Published in Politics

ધારીના ધારાસભ્ય અને પાટીદાર અનામત આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી રહેલા નલીન કોટડિયા પર વસ્ત્રાપુરના મધુભાઈ પટેલે રૂ.2 કરોડની ખંડણી માંગવાની અને માર મારવાની ફરિયાદ દાખલ કરી છે. ત્યારે આ મામલે એક નવો વળાંક આવ્યો છે. જે જમીનના મામલે આ આખી ઘટના બની છે તે જમીનને NA કરાવવાનું કામ ખોડલધામ ટ્રસ્ટની ભલામણથી 'બેને' કરાવી આપ્યું હોવાનું ભાજપના ખજાનચી સુરેન્દ્રકાકાએ નલીન કોટડિયાને જણાવ્યું છે. સુરેન્દ્ર પટેલ અને નલીન કોટડિયા વચ્ચેની તેમજ નલીન કોટડિયા અને કથિત બિલ્ડર વસાણી વચ્ચે ફોન પર થયેલી વાતચીતનું રેકોર્ડિંગ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયું છે. આ ઘટના બાદ નલીન કોટડીયાએ કથિત બિલ્ડર વસાણી સાથે વાતચીત કરી હતી. તેમાં વસાણી કોટડિયાને કહી રહ્યાં છે, 'તમે ખોટું કામ બગાડો છો, તમે જરાય ચિંતા ના કરશો. તમે બિલકુલ મૌન રહેશો તો કામ થઈ જશે. સંબંધની રીતે અમે કહીએ એમ કરવાનું છે. આપણે આ મુદ્દે રૂબરૂમાં ચર્ચા કરીશું.'

બીજીબાજુ સુરેન્દ્ર પટેલની નલીન કોટડિયા સાથેની ઓડિયો ક્લિપ વાયરલ થતાં ભાજપના ખજાનચી અને ઔડાના પૂર્વ ચેરમેન સુરેન્દ્ર પટેલ પણ વિવાદોમાં ઘેરાયા છે. સુરેન્દ્ર પટેલે એક ઇન્ટરવ્યુમાં કબૂલ્યું છે કે વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં અવાજ મારો જ છે, પરંતુ આ આખી વાતમાં ક્યાંય પણ મારું ઇન્વોલ્વમેન્ટ નથી. કોટડિયા અને સુરેન્દ્ર પટેલની વાતચીતનો ઓડિયો વાયરલ થતાંની સાથે જ રાજકીય ખળભળાટ મચી ગયો છે. ખેતીની જમીન NA કરાવવાના મુદ્દે સમગ્ર પ્રકરણ બહાર આવ્યું છે. લક્ષ્મીપુરાની જમીન મુદ્દે સુરેન્દ્ર પટેલ અને નલીન કોટડિયા વચ્ચેની વાતચીતનું રેકોર્ડિંગ વાયરલ થયું છે, જેમાં 'બેન'નો ઉલ્લેખ પણ કરાયો છે.

કોટડિયા અને સુરેન્દ્ર કાકા વચ્ચે થયેલી વાતચીતનુ રેકોર્ડિંગ શબ્દશ:
સુરેન્દ્રકાકા: હેલ્લો,
નલીન કોટડિયા: હેલ્લો
સુરેન્દ્રકાકા: હાજી
નલીન કોટડિયા: સુરેન્દ્રકાકા બોલે છે?
સુરેન્દ્રકાકા: હાજી બોલું છું.
નલીન કોટડિયા:નમસ્તે, નલીનભાઈ કોટડિયા, બોલું છું.
સુરેન્દ્રકાકા: બોલો
નલીન કોટડિયા: કેમ છો? મજામાં?
સુરેન્દ્રકાકા: બસ મજામાં.
નલીન કોટડિયા:હવે હું 2 દિવસ પહેલા હરેશભાઈને મળ્યો હતો. તે મારા મિત્રના જમાઈ થાય છે. એમની લક્ષ્મીપુરા વાળી જગ્યા માટે મેં મારા લેટરપેડ પર જ બેનને ભલામણ કરી હતી. ત્યાર પછી પેપરમાં મારું નામ આવ્યું કે કોટડિયાએ આ ક્લીયર કરાવ્યું છે. ભાઈ વસવાણીને હું મળ્યો ત્યારે તેમણે તમારું નામ આપ્યું કે ભાઈ તમારે લીધે આ નથી થયું પણ સુરેન્દ્રકાકાએ આ બધું કરાવ્યું છે. એટલે હકીકત શું છે એ કહો. કારણકે મારે તો પત્રકાર પરિષદ બોલાવીને મારે તો આ બધું કહેવું પડે. કારણકે મેં તો કંઈ કરાવ્યું નથી. મેં તો એક રૂપિયો લીધો નથી..... હલ્લો...
સુરેન્દ્રકાકા: આ બેનના લેવલથી ક્લીયર થયું છે.
નલીન કોટડિયા: બરોબર, હું તો એમાં ક્યાંય છું નહીં, તમે કરાવ્યું હોય તો હું પત્રકાર પરિષદમાં કહું. મને તો ભાઈ હરેશે જ ચોખ્ખું કીધું, મારી પાસે એનું બધું રેકોર્ડીંગ છે  કે ભાઈ આ રીતે સુરેન્દ્રકાકાએ કરાવ્યું છે.
સુરેન્દ્રકાકા: નહીં, નહીં, બેનના થ્રુ છે. ખોડલધામ વાળાએ કરાવ્યું છે.
નલીન કોટડિયા: હેં
સુ. કાકા: હા, ખોડલધામ વાળાએ જ કરાવ્યું છે.
ન.કો.: હવે આ મને તમારું નામ દેતા હતા. મેં કીધું કે કઈ રીતે છે હું કાકાને પૂછી લઉં.
સુ. કાકા: ના, ના, હું તમને કહું છું કે પત્રકારોને કંઈ જવાબ આપવાની જરૂર નહીં. યાર તમે મૂકો ને.
ન.કો.: કાકા આપવો જ પડેને, મે ક્યાં એક રૂપિયો લીધો નથી, મને એણે આપ્યો નથી.
સુ. કાકા: એલા ભાઈ રુપિયો મે ય ક્યાં લીધો છે, તમે વાત કરો છો તે...
ન.કો.: એમ નહીં કાકા, હું નથી કહેતો તો કે તમે લીધો છે એવું..
સુ. કાકા: (હસે છે)
ન. કો.: પણ, મારી ઉપર જે આક્ષેપ થયો કે ભાઈ નલીનભાઈ કોટડિયાએ આવો ઝોન આખો ફેરફાર કરી અને એને અનામત આંદોલનની આવી ભેટ આપી છે. એટલે હું અનામત આંદોલન લડું છું તો મને આવી કોઈ ભેટ મળી નથી. મારે તો કેવું પડેને કાકા...
સુ.કાકા:  (કશુંક અસ્પષ્ટ ગણગણે છે)
ન. કો.:  અને બેન સાથે મારે વાત થઈ ત્યારે ચાર કરોડ રૂપિયા પાર્ટીને આપવાના એવું હરેશે મને પોતાને કીધું છે. પાર્ટીને ચાર કરોડ આપવાના. મારા તો એ જમાઈ થાતા એટલે મારે તો એ કાંઈ લેવાના હતા નહીં.
સુ. કાકા: સારું, તો વધું તો ભેગા થઈએ ત્યારે રૂબરૂં ચર્ચા કરીશું.
ન.કો.:  ભલે ભલે કાકા, વાંધો નહીં.
સુ. કાકા: ફોન પર નહીં.
ન. કો.:  હા ભલે કાકા.