26
July

સલમાન નિર્દોષ જાહેર! શું આવી પ્રતિક્રિયા, જાણી લો તમે પણ ...

Published in Entertainment

જોધપુર હાઇકોર્ટે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને કાળા હરણ અને ચિંકારા શિકાર મામલામાં કાલે નિર્દોષ જાહેર કર્યો છે. જો કે નીચલી કોર્ટે સલમાનને બે અલગ-અલગ મામલામાં એક વર્ષ અને પાંચ વર્ષની સજા સંભળાવી હતી. હાઇકોર્ટની આ સુનવણી પછી હવે સલમાન જેલમાં જવાથી બચી ગયો છે.

સલમાનને સજાથી છૂટકારો મળતા બોલિવૂડમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે. જો કે પ્રખ્યાત ગીતકાર અભિજીતની પ્રતિક્રિયા બોલિવૂડનાં બાકી કલાકારોથી તદ્દન અલગ છે. તો આવો જાણીએ બોલિવૂડ જગતે હાઇકોર્ટની સુનવણી પછી સલમાન માટે શું કહ્યું હતું...

સલીમ ખાન
'હું આ મામલામાં કંઇ જ કહીશ નહી, હું 15 વર્ષથી આ મામલામાં શાંત છું અને હવે કંઇ કહીશ પણ નહી.'

રજા મુરાદ
'દેશમાં પ્રજાતંત્ર છે, પોલીસ એફઆઇઆર દાખલ કરે છે, પરંતુ નિર્ણય કોર્ટ કરે છે. કોર્ટ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે છે. કોર્ટનો નિર્ણય હંમેશા પૂરાવાઓનાં આધારે હોય છે. કોઇના પર આક્ષેપ કરવો તે એક અલગ વાત છે અને તે આક્ષેપને સાબિત કરવો તે પણ તદ્દન અલગ છે. કોર્ટનો આ નિર્ણય સલમાન અને તેના પ્રશંસકો માટે એક સારા સમાચાર છે.'

અભિજીત, ગાયક
'સલમાનને છોડી દેવાના કોર્ટનાં નિર્ણય પર અભિજીતની પ્રતિક્રિયા કંઇક અલગ જ હતી. અભિજીતનું કહેવુ હતું કે, સલમાન જેલમાં જાય કે નર્કમાં જાય મારે તેમની સાથે કોઇ લેવા-દેવા નથી. હું ક્યારેય સલમાન ખાનનો પ્રશંસક રહ્યો નથી અને હું ક્યારેય તેની ફિલ્મ જોતો પણ નથી. મારા એક ટ્વિટથી મારી છબી ખરડાઇ હતી, પરંતુ હું જણાવી દેવા માંગુ છું કે, કોઇ પણ સ્ટાર હોય, સલમાન ખાન, શાહરુખ ખાન,  આમિર ખાન... હું કોઇની પરવાહ કરતો નથી. અભિજીતે વધુમાં જણાવ્યું કે, સલમાનનાં છૂટવાથી મને કોઇ ગમ નથી અને કોઇ ખુશી પણ નથી. શા માટે હોય, મારે શું લેવા-દેવા તેની સાથે.'

ઓમપુરી
'દિગ્ગજ અભિનેતા ઓમપુરીએ પણ સલમાનનાં છૂટી જવા પર પોતાની ખુશી વ્યક્ત કરી હતી. પરંતુ તેમણે આ કેસનાં આટલા લાંબા સમય ચાલવા પર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, આપણા દેશમાં કમાલની કોર્ટ છે, 12 વર્ષ, 15 વર્ષ પછી કહે છે કે, તમારો કોઇ ગુનો નથી... તમેને છોડી મુક્વામાં આવે છે, જે પણ નિર્ણય હોય, જલ્દી થવો જોઇએ.'