દુષ્કૃત્ય કેસમાં ડો.જયેશ પટેલે હાઇકોર્ટમાં મેડિકલ ગ્રાઉન્ડ પર વચગાળાના જામીન માગ્યાં હતા. જેની સુનાવણી આજે મંગળવારે હાઇકોર્ટમાં થઈ હતી. પરંતુ ગુજરાત હાઈકોર્ટે જામીન અરજી નામંજૂર કરી છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, પોતાની જ કોલેજની સ્ટુડન્ટ સાથે દુષ્કર્મ આચરનાર ડો. જયેશ પટેલે બીમારીના આધારે હાઈકોર્ટમાં જામીન માંગ્યા હતા. તેમણે હાર્ટ
અને લીવરમાં તકલીફ હોવાને કારણે જામીન માંગ્યા હતા. તેણે મુંબઈની જસલોક હોસ્પિટલમાં સારવાર કરવાનો આગ્રહ રાખ્યો હતો. પરંતુ આજે ગુજરાત હાઈકોર્ટે ડો.જયેશ પટેલના સ્પેક્ટ્રોગ્રાફી કેસ મામલે સુનવણીમાં જામીન નામંજૂર કર્યા છે.
હાઈકોર્ટે જયેશ પટેલની દલીલને ફગાવી દેતા કહ્યુ કે, એન્જિયોગ્રાફી કરાવવી હોય તો અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં કરાવી લો.
ઉલ્લેખનીય છે કે, જયેશ પટેલે તાજેતરમાં હૃદયની બીમારી હોવાનુ કહી યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર લીધી હતી. પણ અહી તેમણે વિવિધ નાટકો કરી એન્જિયોગ્રાફી કરાવી ન હતી. ત્યારે હોસ્પિટલના સત્તાધીશોએ આ મામલે જેલ અધિકારીઓને પત્ર લખીને જાણ કરી હતી. જેથી જયેશ પટેલને ફરી વડોદરા લઈ જવાયો હતો. ત્યારે હવે જયેશ પટેલે મુંબઈની જશલોક હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી કરાવવાનુ બહાનુ ધર્યું હતું. પણ, કોર્ટે જામીન અરજી ફગાવી દીધા છે.